છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આદિવાસી સાંસ્કૃતિક નૃત્યમાં ખભે બેસીને નાચ્યા હતા. તેમણે માથે આદિવાસી પાઘડી પહેરી હતી. હર્ષ સંઘવી છોટા ઉદેપુર જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. પ્રવાસના પહેલા દિવસે તેમણે કવાંટ તાલુકાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કવાંટ નજીક આવેલા હમીરપુરામાં ખાટલા બેઠક અને જમણવાર બાદ આદિવાસી સાંસ્કૃતિક નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. આદિવાસીઓ પરંપરાગત વેશભૂષામાં ઢોલ, ત્રાંસા અને પિહાના તાલે નાચતા હતા. હર્ષ સંઘવી પણ તેમની સાથે નૃત્યમાં જોડાયા હતા. હર્ષ સંઘવીએ આદિવાસી પરંપરાની પ્રશંસા કરી હતી. તેમણે આ સંસ્કૃતિ જાળવવા અને આગળ વધારવાની વાત કરી હતી.
હર્ષ સંઘવી આદિવાસીના ખભે બેસીને નાચ્યા:હમીરપુરામાં ઢોલ-ત્રાંસાના તાલે નૃત્યમાં જોડાયા; આદિવાસી સંસ્કૃતિ જાળવવા અને આગળ વધારવાની વાત કરી
📅 Published: November 28, 2026 |
📂 Category: gujarati-news
