Chotila: અમદાવાદ તરફથી આવતી ઓડી કારની ટક્કરે માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત, એક યુવાન ગંભીર રીતે ઘાયલ

📅 Published: November 28, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલા નજીક આવેલા આપા ગીગાના ઓટલા પાસે અમદાવાદ તરફથી આવતી પૂરપાટ ઓડી કારે પ્રસાદી લેવા ગયેલા ત્રણ શ્રદ્ધાળુઓને અડફેટે લેતા માતા-પુત્રીનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.

ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે પ્રસાદી લેવા ગયેલા ત્રણ શ્રદ્ધાળુઓ પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી બેફામ ઓડી કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.ઓડી કારની ટક્કર એટલી જોરદાર અને ભયાનક હતી કે એક વ્યક્તિનો પગ કપાઈ ગયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રી સહિત બે મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.અકસ્માતમાં સાથે રહેલો એક પુરુષ (યુવાન) ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો

અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અરેરાટી વ્યાપી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. બીજી તરફ, બનાવની જાણ થતાં જ ચોટીલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર ઓડી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 28 November Top News: તમિલનાડુમાં દીપથૂન પર દીવા પ્રગટાવાશે, પરિસીમન મુદ્દે INDIA ગઠબંધનની બેઠક



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *