બ્રિટનમાં પોલીસને મુસ્લિમો સાથે વર્તન માટેની માર્ગદર્શિકા:મસ્જિદની બહાર જૂતા ઉતારો, નમાઝમાં દખલ ન કરો; વિપક્ષે કહ્યું પોલીસ જરૂર કરતાં વધુ ઝૂકી રહી છે

📅 Published: November 29, 2026 | 📂 Category: International

બ્રિટનમાં પોલીસકર્મીઓએ મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેના હેઠળ કહેવામાં આવ્યું છે કે પોલીસકર્મીઓ મસ્જિદમાં જૂતાં ઉતારે, નમાજ પઢી રહેલા લોકોને વચ્ચે ન રોકે અને સ્ત્રી-પુરુષ સાથે જોડાયેલા ધાર્મિક રિવાજોનું ધ્યાન રાખે. આ માર્ગદર્શિકાને લઈને બ્રિટનમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસ જરૂર કરતાં વધુ ઝૂકી રહી છે અને ધાર્મિક આધારે અલગ-અલગ નિયમો અપનાવી રહી છે. માર્ગદર્શિકામાં આ સૂચન પણ સામેલ આ સૂચનો નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ (NPCC) તરફથી આપવામાં આવ્યા છે. વિવાદ બાદ NPCCએ જણાવ્યું છે કે ધાર્મિક માન્યતાઓ કાયદા અથવા પોલીસની ફરજથી ઉપર નથી. જરૂર પડ્યે પોલીસ કાયદા અનુસાર કાર્યવાહી કરશે. NPCCનું કહેવું છે કે આ માર્ગદર્શિકાનો હેતુ વિવિધ ધર્મો અને સમુદાયોને સમજવાનો છે, જેથી પોલીસ તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે. તેમાં ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ અને અન્ય સમુદાયોના સંગઠનોએ પણ યોગદાન આપ્યું છે. વિપક્ષે કહ્યું- પોલીસ કેટલાક સમુદાયોને ખુશ કરવામાં વ્યસ્ત છે બ્રિટનની વિપક્ષી પાર્ટી રિફોર્મ યુકેના નેતા નિજેલ ફરાજે આ માર્ગદર્શિકાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે પોલીસ તમામ લોકો સાથે સમાન વ્યવહાર કરવાને બદલે કેટલાક સમુદાયોને ખુશ કરવામાં વ્યસ્ત છે. તેમણે તેને બેવડા ધોરણોનો પુરાવો ગણાવ્યો અને માર્ગદર્શિકા પાછી ખેંચવાની માગ કરી. બીજી તરફ, શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પે પણ કહ્યું કે પોલીસે ધર્મ અને રંગના આધારે ભેદભાવ કર્યા વિના તમામ લોકો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. ગ્રૂમિંગ ગેંગ સામે કાર્યવાહી ન કરવા બદલ પોલીસ ઘેરાઈ હતી બ્રિટનમાં પોલીસની આ માર્ગદર્શિકા અંગે એટલા માટે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ત્યાં અગાઉ પણ ધાર્મિક મામલાઓમાં પોલીસના વલણને લઈને વિવાદ થઈ ચૂક્યો છે. બ્રિટનના રૉથરહેમ, રૉચડેલ અને ટેલ્ફોર્ડ જેવા શહેરોમાં સગીર છોકરીઓના યૌન શોષણના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ કિસ્સાઓમાં આરોપીઓ વિરુદ્ધ સમયસર કાર્યવાહી ન કરવા બદલ પોલીસ પર આક્ષેપો થયા હતા. 2025માં થયેલી સરકારી તપાસમાં પણ પોલીસ અને વહીવટીતંત્રની ભૂલો સામે આવી હતી. તપાસમાં જણાવાયું હતું કે કેટલાક અધિકારીઓ પર જાતિવાદના આરોપો લાગવાના ભયથી આરોપીઓની તપાસ કરવાનું ટાળતા રહ્યા. તેનું નુકસાન યૌન શોષણનો ભોગ બનેલી છોકરીઓને ભોગવવું પડ્યું. હવે પોલીસની નવી ધાર્મિક માર્ગદર્શિકા આવ્યા બાદ ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખતાં પોલીસ પોતાની જવાબદારીઓથી પીછેહઠ કરી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *