Valsad: ઉમરગામ એમએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શેઠ દંપતી દ્વારા 1 લાખની સહાય

📅 Published: August 12, 2026 | 📂 Category: Valsad

ઉમરગામ : તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અનેક પરિવારોને નુકસાન થયું હતું. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય અને તેઓ પોતાની શૈક્ષણિક સફર નિર્વિઘ્ને આગળ ધપાવી શકે તેવા ઉદ્દેશથી ઉમરગામ એમ એમ હાઈસ્કુલની મિહિરભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની અવનીબેન શેઠે બુધવારે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મિહિરભાઈ શેઠ તથા અવનીબેન શેઠ દ્વારા તાજેતરના પૂરથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયરૂપે કુલ રૂ. 1,00,000ની રોકડ સહાય અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઉમરગામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ બારી, મંત્રી ઉલ્હાસભાઈ ટંડેલ, ખજાનચી બંકિમભાઈ શાહ, શાળાના આચાર્ય અલ્પેશકુમાર પટેલ, સહ આચાર્યા જેસલબેન શાહ, પ્રાથમિક વિભાગના સુપરવાઈઝર પ્રસાદ સર તથા શૈક્ષણિક સ્ટાફ્ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *