ગોધરામાં સફાઈ કર્મચારીઓ સાથે યોજાઈ સમીક્ષા બેઠક:ડો. સુજાતવલી અને ચીફ ઓફિસર સાગર પટેલની અધ્યક્ષતામાં ચર્ચા; સમસ્યાઓ અંગે રજૂઆતો થઈ

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા સર્કિટ હાઉસ ખાતે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાતવલી અને ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર પટેલે કરી હતી. સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ચર્ચા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગોધરા શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવાનો હતો. આ દરમિયાન શહેરને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુંદર રાખવા માટેના વિવિધ મહત્વના મુદ્દાઓ પર અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે વિગતવાર વિચારણા કરવામાં આવી હતી. કર્મચારીઓએ રજૂ કરી પોતાની સમસ્યાઓ સફાઈ કર્મચારીઓએ પોતાની દૈનિક કામગીરી દરમિયાન પડતી વિવિધ વહીવટી તથા ભૌતિક સમસ્યાઓ અને જરૂરી સુવિધાઓ અંગે ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી. અધિકારીઓએ આ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સ્થાનિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત આ બેઠકમાં ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અનસભાઈ અંધી, ઈદ્રીસભાઈ દરગાહી અને ડૉ. વાઘજીપુરવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મચારીઓની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી તમામના સંયુક્ત સહયોગથી ગોધરાને રળિયામણું બનાવવા હાકલ કરવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *