કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા ‘ભારત વિકાસ પરિષદ’, મણિનગર દ્વારા યોજવામાં આવી હતી.આ પરીક્ષામાં ધોરણ ૫ થી ૮ના કુલ ૧૪૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પરીક્ષાની વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે શાળાના શિક્ષિકા તૃપ્તિબહેન રાજે હાજર રહી જરૂરી વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી હતી.આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય વારસા અંગે જ્ઞાન તથા જાગૃતિ કેળવવાનો હતો. વિદ્યાર્થીઓ તરફથી આ પરીક્ષાને સારો પ્રતિસાદ મળ્યો હતો.
દીવાન-બલ્લુભાઈ શાળામાં ‘ભારત કો જાનો’ પરીક્ષા:ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજન કરાયું
📅 Published: August 14, 2026 |
📂 Category: gujarati-news
