વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરીને બચકા ભર્યા:ફિઝિયોથેરાપીસ્ટને વાળ કાપવાના બહાને ઘરે બોલાવી હતી, વડોદરામાં જાવેદ હબીબ સલૂનના કારીગરની અટકાયત

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ સલૂનમાં કારીગર તરીકે કામ કરતા એક યુવક સામે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી અને શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે પીડિતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીને ઘરે બોલાવીને શારીરિક અડપલાં કરીને બચકા ભર્યા
ફતેગંજ વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ સલૂનમાં કારીગર તરીકે ફરજ બજાવતો 20 વર્ષીય દક્ષ જીગ્નેશભાઈ કાયાત્રા અકોટા ખાતે રહે છે. વાઘોડિયા રોડ પર રહેતી અને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વાળ કપાવવાના હતા, જેથી તેને કારીગરને ફોન કર્યો હતો અને કારીગરે ઓનલાઈન કોસ્મેટીકનો મંગાવ્યો હોવાનું જણાવી તે આવ્યા બાદ સાથે સલૂન જવાનું કહી વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવી હતી. બીજા દિવસે પરિવારને જાણ કરતાં ફરિયાદ નોંધાવી, આરોપી દક્ષ મિયાત્રાની અટકાયત
વિદ્યાર્થીની તેના ઘરે પહોંચતા જ આરોપી દક્ષ મિયાત્રાએ તેની સાથે અયોગ્ય વર્તન કરી શારીરિક અડપલાં અને બચકા ભરી લીધા હતા. આ બનાવ બાદ ગભરાઈ ગયેલી વિદ્યાર્થીની ત્યાંથી નીકળી ગઈ હતી અને બીજા દિવસે સમગ્ર બનાવ અંગે પરિવારને જાણ કર્યા બાદ અકોટા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી દક્ષ મિયાત્રાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *