સમગ્ર દેશની સાથે સોનગઢ તાલુકાની બોરપાડા પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળા પરિવાર અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષક કરસનભાઈ ગામીત દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, વડીલો અને ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશના શહીદોને નમન કરીને રાષ્ટ્રીય ગાન સાથે પવિત્ર ત્રિરંગા ધ્વજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બોરપાડા ગામના અગ્રણી અને ઉત્સાહી આગેવાન ભુલજીભાઈ ગામીતના વરદ હસ્તે ધ્વજારોહણ સંપન્ન થયું હતું. ધ્વજારોહણ બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ગામના અગ્રણી વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ઉત્સાહવર્ધક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે શિક્ષક કરસનભાઈ ગામીતે તમામ ગ્રામજનો અને વડીલોનો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીને દીપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સૌને રાષ્ટ્રહિત માટે સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી.
બોરપાડા શાળામાં 80મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:ગ્રામજનો અને વડીલોની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
