જામનગરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી:મેયર મોનિકાબેન વ્યાસે ધ્વજવંદન કર્યું, બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યાં

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

જામનગર શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 3 માં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા હતા. ધ્વજવંદન બાદ દેશભક્તિની થીમ પર આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *