Vadodara: મેડિકલ ચેક-અપ કૅમ્પનો 100 દર્દીઓએ લાભ લીધો

📅 Published: August 15, 2026 | 📂 Category: Baroda

શહેરના પાણીગેટ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ તથા ઓમ સીનીયર સીટીઝન એસોસીયેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉદય નારાયણ મહાદેવ મંદિર પરિસરમાં મેડિકલ ચેક – અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ડૉ. ચૈતાલી શાહ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવી હતી. કેમ્પનો આશરે 100 દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ જગદીશભાઈ પંડયા, હોદ્દેદારો – સભ્યો અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી. મંડળના રજનીભાઈ પટેલે કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *