પોરબંદરની મુખ્ય હિન્દુ સ્મશાનભૂમિમાં અંતિમવિધિ દરમિયાન છત પરથી સિમેન્ટ-કાંકરીનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં ઉપસ્થિત શોકગ્રસ્ત પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો હતો. છતમાંથી સિમેન્ટના પોપડા ખરી પડતાં અફરાતફરી મચી
સ્મશાનભૂમિની છતમાંથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. કાટમાળ પડતાં ઘટનાસ્થળે થોડી વાર અફરાતફરી મચી ગઈ હતી. જો આ કાટમાળ લોકો પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જર્જરિત હાલતને લીધે નાગરિકોમાં તંત્ર સામે રોષ
શહેરમાં રસ્તા અને બગીચા પાછળ કરોડોનો ખર્ચ કરાતો હોવા છતાં સ્મશાનભૂમિ જેવી મૂળભૂત સુવિધાની જાળવણી ન થતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. નવા શેડ નિર્માણ અને તાત્કાલિક રીપેરીંગની માગણી
નાગરિકોએ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ તપાસ કરે તથા જર્જરિત બાંધકામ દૂર કરી નવા શેડ નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવે તેવી માગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
પોરબંદર સ્મશાનભૂમિમાં અંતિમવિધિ દરમિયાન સ્લેબનો કાટમાળ ધરાશાયી:અંતિમવિધિ માટે આવેલા શોકગ્રસ્ત પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો; જર્જરિત બાંધકામ સુધારવા અને નવો શેડ બનાવવા આંદોલનની ચીમકી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
