વૃધ્ધાને કેરટેકર મહિલા પર ભરોસો કરવો ભારે પડ્યો:વૃધ્ધાની સારસંભાળ કરતી એક નહિ પણ બે-બે રાજસ્થાની ઘરઘાટી મહિલાએ ચોરી કરી હોવાનું આવ્યું સામે એકની ધરપકડ

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.16 લાખના દાગીના અને રૂ.70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્તેશમમાં નોંધાઈ હતી જેમાં કેરટેકર તરીકે કામ કરતી રાજસ્થાની મહિલાએ 16 તોલાથી વધુ સોનુ અને 70,000 રોકડ સેરવી લઈ બીમાર હોવાનું બહાનું બનાવી રાજસ્થાન પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી બીજા દિવસે ચોરી અંગે જાણ થતા વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપી મહિલા કેરટેકરની ધરપકડ કરી પુછપરછ કરતા અગાઉ કામ કરતી અન્ય એક રાજસ્થાની કેરટેકર મહિલાએ પણ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, કારખાનેદાર વિપુલભાઈ નાનજીભાઈ પટેલએ તેમની માતાની સારસંભાળ માટે કેરટેકર તરીકે મહિલાને કામે રાખી હતી. જેમાં તા.15.07.2026ના રોજ રાજસ્થાની મહિલા બંસતીકુમારી ધુલેશ્વર મીણા ઘરે કામ કરવા માટે આવી હતી તેને માસીક 18,000 પગાર નક્કી કરવામાં આવ્યો હતો. બંસતીએ તબીયત સારી નથી મારે ઘરે રાજસ્થાન જવુ છે કહી તા.13.08.2026ના રોજ સાંજના 4.30 વાગ્યે નીકળી હતી બાદમાં 5 વાગ્યા આસપાસ ફરિયાદીને તેમની માતાએ કબાટમાં રાખેલ પર્સમાંથી રૂપીયા માંગતા પર્સમાંથી રૂપીયા 70,000 ઓછા હોવાનું સામે આવતા ચોરી થયાની જાણ થઇ હતી. આ પછી તપાસ કરતા રોક ઉપરાંત 16 તોલાથી વધુ વજનના દાગીના પણ ગાયબ હતા જેથી ઘરે કામ કરતી બંસતકુમારી 16 લાખના દાગીના અને 70,000 રોકડ મળી કુલ 16.70 લાખની ચોરી કર્યા અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી કુલ 13.45 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ બાકીના મુદામાલ અંગે પુછપરછ કરતા વૃધ્ધાની બે સોનાની બંગડી અગાઉ કેરટેકર તરીકે કામ કરતી મહિલાએ ચોરી કર્યા અંગે હકીકત જણાવતા પોલીસ ફરાર મહિલા આરોપી મીના કુમારી મીણાની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી બસંતી ધુલેશ્વર મીણા 15.07.2026થી ફરિયાદીના ઘરે માસીક રૂપિયા 18,000 પગાર પર કામે લાગી હતી. આ પછી તેને વૃધ્ધાની માતાની સારસંભાળ રાખતા રાખતા રોકડ અને દાગીના અંગે રેકી કરી બાદમાં ચોરીને અંજામ આપી તબિયત સારી ન હોવાનું બહાનું કરી નાસી છૂટી હતી. જયારે વૃધ્ધાની બે સોનાની બંગડી જૂન અને જુલાઈ મહિના દરમિયાન કામ કરતી રાજસ્થાની મહિલા મીના કુમારી મીણાએ ચોરી કર્યાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *