સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકૃતિઓ રજૂ કરી

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

વડોદરાના સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓર્થોપેડિક સર્જન ડૉ. રિકેશ મજુમદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના ચેરમેન ચંદનસર જ્ઞાનચંદાની, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકૃતિઓ અને દેશભક્તિમય પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. ‘Patriotic Heroes’ થીમ હેઠળ, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રનાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય અને બલિદાનને પ્રસ્તુતિઓ દ્વારા દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, સંવાદો અને નૃત્ય રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વાલીઓએ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ આ પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની ઝલક દર્શાવી હતી. સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *