ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. તેઓ આવતીકાલે, 16 ઓગસ્ટની વહેલી સવારે 4:40 કલાકે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થશે.મુખ્યમંત્રી દુબઈ થઈને અમેરિકાના કેલિફોર્નિયા પહોંચશે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે. ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણ વધારવા માટેના વિવિધ અવસર અંગે વિદેશી ઉદ્યોગજગત સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપાશે?
મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમનો ચાર્જ અન્ય કોઈને સોંપવામાં આવશે નહીં. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ સત્તાવાર સરકારી પ્રવાસ હોવાથી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવાની જરૂરિયાત રહેશે નહીં. જોકે, મુખ્યમંત્રી હસ્તકના કેટલાક વિભાગોનો વહીવટી ચાર્જ અન્ય મંત્રીને સોંપવામાં આવી શકે છે. મુખ્યમંત્રીનો બંધારણીય ચાર્જ કોઈને સોંપવા માટે ચોક્કસ બંધારણીય પ્રક્રિયા જરૂરી હોય છે અને ઇન્ચાર્જ મુખ્યમંત્રીને શપથ લેવડાવવાની પ્રક્રિયા પણ કરવી પડે છે. આથી મુખ્યમંત્રીના અમેરિકા-કેનેડા પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યમંત્રી તરીકેની બંધારણીય જવાબદારીઓ ચાલુ રાખશે અને તેમની ગેરહાજરીમાં જરૂરી વહીવટી કામગીરી માટે સંબંધિત વિભાગોનો ચાર્જ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ:ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને વાઈબ્રન્ટ સમિટમાં રોકાણ માટે આમંત્રિત કરશે
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
