લીંચ ગામના હનુમાન મંદિરમાં કોન્ટ્રાક્ટર પર ધોકા વડે હુમલો:જૂની અદાવતમાં₹14 હજારની લૂંટ ચલાવી ₹2 લાખના મોબાઈલ તોડી નાખ્યા, 3 સામે ફરિયાદ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા તાલુકાના લીંચ મુવાડા વિસ્તારમાં રહેતા અને મેવડ ટોલનાકા ખાતે કોરિડોર મેનેજર તરીકે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પરેશજી ઠાકોર પર છબીલા હનુમાનજીના મંદિરમાં ધોકા વડે જીવલેણ હુમલો કરી ₹14,000ની લૂંટ ચલાવવામાં આવી છે. ટોલનાકાની જૂની અદાવત રાખીને કરાયેલા આ હુમલામાં ત્રણ શખસ ₹2 લાખની કિંમતના બે મોબાઈલ પણ તોડી નાખ્યા હતા. આ અંગે ઈજાગ્રસ્ત કોન્ટ્રાક્ટરે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ટોલનાકાની અરજી અંગે જૂની અદાવત
મેવડ ટોલનાકા પરથી કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે કાર ચલાવતા હોવાથી મેનેજર દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે રાજુજી ઠાકોર અને દીપક ચૌધરીની અટકાયત કરી હતી. આ બાબતની અદાવત રાખીને શનિવારે સવારે જ્યારે પરેશજી લીંચ ગામના છબીલા હનુમાનજી મંદિરે દર્શન અને પાઠ કરી રહ્યા હતા, ત્યારે આરોપીઓ હથિયારો સાથે મંદિરમાં ધસી આવ્યા હતા. મંદિરમાં હુમલો, લૂંટ અને ધમકી
હુમલાખોરો રાજુજી કાંતિજી ઠાકોર (રહે. લીંચ), કિરણજી બાબુજી ઠાકોર (રહે. ભાકડીયા) અને રાકેશજી કનુજી ઠાકોર (રહે. હેડુવા હનુમંત) એ મંદિરમાં ઘૂસી પરેશજી પર આડેધડ ધોકાથી હુમલો કર્યો હતો. તેઓ નીચે પડી જતાં રાજુજીએ ખિસ્સામાંથી ₹14,000ની રોકડ લૂંટી લીધી હતી અને તેમના ₹2 લાખની કિંમતના બે મોબાઈલ જમીન પર પછાડી તોડી નાખ્યા હતા. સારવાર અને પોલીસ કાર્યવાહી
બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરેશજીને વધુ મારથી બચાવ્યા હતા. આરોપીઓ મારી નાખવાની ધમકી આપી એક્ટિવા પર ભાગી છૂટ્યા હતા. હુમલામાં હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઈજાગ્રસ્ત પરેશજીને સારવાર અર્થે શંકુંજ મેડિસિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લાંઘણજ પોલીસે ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *