ગોઝારીયામાં પંચાયત સભ્ય સહિત 9 જુગાર રમતા ઝડપાયા:રાંઘણજ પોલીસે ₹1.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પ્લાસ્ટિકના કોઈન વડે રમાડતો હતો જુગાર

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણાના ગોઝારીયા ગામે વાણીયા વાસમાં નાગરીક બેંક પાછળ આવેલા એક મકાનમાં ચાલતા હાઈટેક જુગારધામ પર રાંઘણજ પોલીસે દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન ગોઝારીયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 16ના સભ્ય પ્રફુલ પટેલ સહિત 9 શખસને રૂ. 1.71 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પંચાયત સભ્ય પ્રફુલ પટેલ પોતે આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી પ્લાસ્ટિકના કોઈન ઉપર જુગાર રમાડતો હોવાનો ખુલાસો થયો છે. બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલ જપ્ત
રાંઘણજ પોલીસને મળેલી બાતમીના આધારે મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જુગારમાં વપરાતા 61 નંગ પ્લાસ્ટિકના કોઈન, રૂ. 1,42,000ની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન અને રૂ. 28,600 રોકડા મળી કુલ રૂ. 1,70,600 (આશરે ₹1.71 લાખ)નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગારધામ ચલાવનાર પંચાયત સભ્ય સહિત 9 આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓના નામ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *