પાટણમાં Foton EducationTech Expo, 4000થી વધુ લોકો ઉમટ્યા:કચ્છવા સોલ્યુશન્સ દ્વારા VR, AR, રોબોટિક્સ ટેકનોલોજીનો અનુભવ કરાવાયો

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

પાટણમાં કચ્છવા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 ઓગસ્ટના રોજ પ્રથમવાર ‘Foton Education Tech Expo’નું આયોજન કરાયું હતું. આ એક્સ્પોમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને એક્સ્ટેન્ડેડ રિયાલિટી (XR) જેવી આધુનિક ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ કરવા 4,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. એક્સ્પોમાં શિક્ષણ ક્ષેત્ર માટે VR સાયન્સ લેબ, 360° લર્નિંગ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ રજૂ કરાયા હતા. હેલ્થકેર વિભાગમાં 3D હ્યુમન એનાટોમી દ્વારા માનવ શરીરની જટિલ રચનાઓનું પ્રદર્શન કરાયું હતું. ઔદ્યોગિક ક્ષેત્રે XR-આધારિત તાલીમ અને ડિજિટલ ટ્વિન ટેકનોલોજીના લાઇવ સિમ્યુલેશન્સ દર્શાવાયા હતા. બાળકો માટે કોડિંગ અને રોબોટિક્સ જેવી પ્રવૃત્તિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.કચ્છવા સોલ્યુશન્સના રિજનલ મેનેજર કિંજલ આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “ટેકનોલોજીને માત્ર જોવા કે સાંભળવા કરતાં તેનો પ્રત્યક્ષ અનુભવ તેની સંભાવનાઓને વધુ સારી રીતે સમજાવે છે. પાટણના લોકોને આ નવીન તકનીકનો સીધો અનુભવ કરાવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો છે.” છેલ્લા આઠ વર્ષથી કાર્યરત કચ્છવા સોલ્યુશન્સ વૈશ્વિક સ્તરે 1,200થી વધુ VR લેબ સ્થાપીને 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પૂરું પાડે છે. પાટણમાં યોજાયેલા આ એક્સ્પોએ શહેરમાં ટેકનોલોજી અને ઇનોવેશન પ્રત્યે લોકોની રુચિ દર્શાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *