રિવરફ્રન્ટ પર પીધેલા થારચાલકે તોફાન મચાવ્યો:બેરિકેડ ઉડાવી ગાડી દોડાવી, ખોખરાના શખ્સને દબોચીને બે સામે ફરિયાદ નોંધાઈ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા હરીહરાનંદ આશ્રમ પાસે પોલીસ દ્વારા બેરિકેટ ગોઠવીને વાહનચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. ત્યારે એક થાર ગાડીને રોકવા જતા તેણે પુરઝડપે કાર હંકારીને બેરિકેટને અથડાવીને ગાડી ભગાવી હતી. પોલીસે પીછો કરતા તે યુટર્ન લેવા જતા દિવાલ સાથે અથડાયો હતો. રિવરફ્રન્ટ પોલીસે કારચાલકને ઝડપી પાડી તપાસ કરતા તે દારૂ પીધેલો હતો. જેથી પોલીસે આરોપી મોહીતસિંગ તોમર (રહે. ખોખરા)ને ઝડપી પાડી તેની સામે બે ગુના નોંધી તપાસ હાથ ધરી છે. બીજો બનાવ
એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો દેખાયો
વેજલપુરમાં રહેતા અશ્વિનીબેન માલુશ્રી ગત તા.14મીએ કેનયુગ ચાર રસ્તા પાસે આવેલી રૂક્ષ્મણી વલ્લભ સોસાયટી ખાતે કામઅર્થે ગયા હતા. તે એક મકાનમાં કામ કરતા હતા ત્યારે પ્લાસ્ટિક સળગતુ હોય તેવી દુર્ગંધ આવતા તે બહાર જોવા આવ્યા હતા. ત્યારે મકાન પાસે એક વાહન સળગતુ હતું અને એક વ્યક્તિ સળગતી હાલતમાં દોડતો જતો હતો. 108 ટીમે વ્યક્તિને મૃત જાહેર કર્યો
અશ્વિનીબહેન સહિતના લોકોએ દોડીને આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતા તે કોમન પ્લોટ પાસે સળગેલી હાલતમાં પડ્યો હતો. 108 બોલાવીને મેડિકલ ટીમે તપાસ કરીને આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ નિતીન ચૌહાણ હોવાનું સામે આવ્યુ હતું અને તેની પાસેથી જ્વલશીલ પ્રવાહી તથા દીવાસળી પણ મળી આવી હતી. સેટેલાઇટ પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *