વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે પાંડે પરિવારે અંદાજે રૂપિયા 21 લાખની કિંમતની જીવનરક્ષક દવાઓ અને સર્જિકલ સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં ઉપયોગી બને તેવી દવાઓ અને સર્જિકલ સાધનો હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા. પાંડે પરિવારની આ સેવાકીય પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી હતી. આ ઉપરાંત, સાંસદના ફંડમાંથી પાલિકા સંચાલિત હોસ્પિટલ માટે સોલાર આર.ઓ. પ્લાન્ટ પણ ફાળવવામાં આવ્યો હતો.આ નવી સુવિધા દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલના સ્ટાફને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા અને દર્દીઓને વધુ સારી સારવાર પૂરી પાડવા માટે આ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થશે.
વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલને રૂપિયા 21 લાખના સાધનો મળ્યા:પાંડે પરિવારે જીવનરક્ષક દવાઓ અને સર્જિકલ સાધનો અર્પણ કર્યા
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
