Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને મોટો નિર્ણય, 22 સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન કરાયું

📅 Published: August 16, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સના પોલીસ વેરિફિકેશન મામલે વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને રજૂઆતોને પગલે કેમ્પસમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું સત્તાવાર રીતે પોલીસ વેરિફિકેશન કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે.

પેન્થર એજન્સીના ગાર્ડ્સની તપાસ

આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા પૂરી પાડતી પેન્થર એજન્સીના 22 સિક્યુરિટી ગાર્ડ્સનું સફળતાપૂર્વક પોલીસ વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય 9 સિક્યુરિટી ગાર્ડ્સના જરૂરી દસ્તાવેજો અને વિગતો પણ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દેવામાં આવી છે.

કેમ્પસ સિક્યુરિટી અને આગળની પ્રક્રિયા

ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના વિવિધ પોઇન્ટ્સ અને વિભાગો ખાતે કુલ 187 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કેમ્પસની શાંતિ જાળવી રાખવા માટે તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું તબક્કાવાર રીતે વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Anand News : કેમિકલ ગેસ લીકેજના કારણે પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા; ખેડૂતોનો પાક બળીને ખાખ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *