ગોધરામાં વંદે માતરમ મુદ્દે ભાજપ યુવા મોરચાનો વિરોધ:ગાંધી ચોક ખાતે પૂતળું દહન કરી સૂત્રોચ્ચાર, વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

ગોધરામાં વંદે માતરમના મુદ્દે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાનને લઈને વિવાદ સર્જાયો હોવાના આક્ષેપ સાથે આ વિરોધ નોંધાવાયો હતો. આ વિરોધ પ્રદર્શન ગોધરાના ગાંધી ચોક ખાતે કરવામાં આવ્યું હતું. ગોધરા નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી, મહામંત્રી આકાશ અને મયુર સહિતની ટીમે કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર વંદે માતરમનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના આગેવાનોએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરીને વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ પરેશ ચૌહાણ, જિલ્લા કોષાધ્યક્ષ દિલીપ દસાડિયા, ગોધરા નગર ભાજપના મહામંત્રી હિતેષ ભટ્ટ, આદિત્યરાજસિંહ સિસોદિયા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *