Delhi : 8 મહિનામાં 100 'અટલ કેન્ટીન' શરૂ, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન

📅 Published: August 16, 2026 | 📂 Category: India National

પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જનસેવા અને અંત્યોદયની ભાવનાને સમર્પિત ‘અટલ કેન્ટીન’ યોજનાએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હી સરકારે માત્ર આઠ મહિનામાં 100 અટલ કેન્ટીન શરૂ કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. 25 ડિસેમ્બર 2025ના રોજ વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે

16 ઓગસ્ટે વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા, સાંસદ મનોજ તિવારી અને કેબિનેટ મંત્રી આશિષ સૂદની હાજરીમાં યુનિવર્સિટી મેટ્રો સ્ટેશન નજીક 25 નવી અટલ કેન્ટીનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે દિલ્હીમાં કુલ 100 અટલ કેન્ટીન કાર્યરત થઈ ગઈ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી કેન્ટીનથી વિદ્યાર્થીઓને પણ સસ્તું અને પૌષ્ટિક ભોજન મળશે. તેમણે કહ્યું કે ઘરથી દૂર હોસ્ટેલ અને પીજીમાં રહેતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ યોજના ઉપયોગી સાબિત થશે.

શું કહ્યું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ?

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ યોજનાને સેવા અને સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ કેન્ટીન ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, શ્રમિકો અને રોજગાર માટે દિલ્હીમાં આવતા લોકોને સસ્તું તથા પૌષ્ટિક ભોજન પૂરું પાડશે. દિલ્હીના શહેરી વિકાસ મંત્રી આશિષ સૂદે જણાવ્યું કે અટલ કેન્ટીન માત્ર સસ્તું ભોજન આપવાની યોજના નથી, પરંતુ દિલ્હીના મહેનતકશ લોકોના સન્માનનું પ્રતીક છે. હાલ 100 કેન્ટીનમાં માત્ર ₹5માં ભોજન આપવામાં આવે છે. દરરોજ આશરે 1 લાખ લોકોને ભોજન આપવાની ક્ષમતા ધરાવતી આ કેન્ટીન વર્ષમાં લગભગ 3.65 કરોડ થાળી ઉપલબ્ધ કરાવી શકે છે. અત્યાર સુધી આશરે 95 લાખ સબસિડાઈઝ્ડ ભોજન પીરસવામાં આવ્યા છે.

આ પણ વાંચો : CAG Report: રેલ્વે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, સ્ટેશનના પીવાના પાણીમાં ઝેરીલા બેક્ટેરિયા!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *