જામનગરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવ ગ્રુપ અને મિતેષ સર દ્વારા શિવોત્સવ નામનો સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શનિવારે કાશી વિશ્વનાથ મંદિર સામે, દયાશંકર બ્રહ્મપુરીની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ મહોત્સવનો મુખ્ય હેતુ મહાદેવ ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી શ્રાવણી અમાસે યોજાતા સમૂહ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં આ વર્ષે વધુમાં વધુ લોકો જોડાય તે માટે જનજાગૃતિ લાવવાનો હતો. શિવોત્સવમાં પ્રખ્યાત શ્રી હરિ સીતારામ ધુન મંડળી દ્વારા ભક્તિમય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં શિવ ભજન, શ્રીનાથજીના ગીતો અને રામધુનનો સમાવેશ થતો હતો. ઉપસ્થિત સૌ લોકો ભક્તિમય માહોલમાં લીન થયા હતા. આ પ્રસંગે મહાદેવ ગ્રુપના સભ્યો, બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાના આગેવાનો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, અન્ય સંસ્થાકીય સંગઠનો, સત્સંગ મંડળો અને મહિલા સંગઠનો સહિત જામનગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે 'શિવોત્સવ' સંગીત સંધ્યાનું આયોજન:લઘુરુદ્ર યજ્ઞમાં જનજાગૃતિ લાવવા માટે યોજાયો મહોત્સવ
📅 Published: August 16, 2026 |
📂 Category: gujarati-news
