Vadodara: પાદરા તા. પંચાયત, નગરપાલિકા અને પોલીસ મથક ખાતે ધ્વજવંદન

📅 Published: August 17, 2026 | 📂 Category: Baroda

પાદરા શહેર અને તાલુકામાં 80મા સ્વાતંર્ત્ય પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાદરા તાલુકા પંચાયત, પાદરા નગરપાલિકા તેમજ પાદરા પોલીસ મથક ખાતે ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.

પાદરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારી, કર્મચારી, વિદ્યાર્થી, શિક્ષકો, પોલીસ જવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે પાદરા નગરપાલિકા ખાતે પ્રમુખ દીપેશ પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સમિતિઓના ચેરમેન, નગરપાલિકાના સભ્યો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પાદરા પોલીસ મથક ખાતે પણ સ્વાતંર્ત્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી. ગોહિલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફ્રકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ મથકનાPSIસહિત પોલીસ જવાનો,GRDતથાહોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *