સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ:ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને રંગેહાથ પકડ્યાં; 16 બોટલ જપ્ત

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

સુરતમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાવાની ઘટના સામે આવી છે, જેમાં 16 ઓગસ્ટની મોડીરાતે ડુમસના બેલિઝામાંથી પોલીસે છ વેપારીને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી 14 દારૂની ભરેલી તેમજ બે ખાલી બોટલો જપ્ત કરી છે, હાલમાં તમામને મોડિકલ તપાસ માટે નવી સિવિલ લઈ જવામાં આવ્યા છે. 14 ઓગસ્ટની રાતે હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી ઝડપાઈ હતી ડુમસમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા 12-એ’માં એક મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હતી, જેમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઇને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યાંજ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. વિદેશી ક્લબની જેમ લુડો, સાપસીડી અને પત્તા જેવી ગેમ રમી કોણે કેટલો દારૂ પીવાનો તે નક્કી થતુ હતું. દરેક ગેમમાં ટાસ્ક અને રુલ્સ અલગ અલગ હતા. જશ્ન વિલામાં ‘જશ્ન’ કરતા ઝડપાયેલા 8 ગર્લ અને 14 નબીરાઓ 21થી 27 વર્ષની ઉંમરના હતા. તેમાં કોઈ વેપારી, સ્ટુડન્ટ તો કોઈ નોકરિયાત હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *