Surat : અલથાણમાં ચોથા માળેથી પટકાતાં 1 વર્ષના માસૂમ બાળકનું મોત

📅 Published: August 17, 2026 | 📂 Category: Surat

સુરત શહેરના અલથાણ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને હૃદય ધ્રૂજાવી દેનારી ઘટના સામે આવી છે. અલથાણ સ્થિત ટેનામેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં માત્ર 1 વર્ષના માસૂમ બાળકનું દર્દનાક મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

બાળક ગેલેરીમાં રમતો હતો

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ D-2 બ્લોકના ફ્લેટ નંબર 404 માં રહેતા જયદીપ વાજાનો 1 વર્ષનો પુત્ર ‘અંશ’ ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. 

અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો 

રમતાં રમતાં અચાનક બાળક ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. ચોથા માળેથી બાળક નીચે પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોની કરુણ ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

વાજા પરિવાર પર દુઃખનો પહાડ 

બાળક નીચે પટકાતાં જ લોહીલુહાણ હાલતમાં પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે ફરજ પરના તબીબોએ માસૂમ અંશને તપાસીને મૃત જાહેર કર્યો હતો. એકના એક માસૂમ બાળકના અચાનક આ રીતે વિદાય લેવાથી વાજા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 

આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *