ટેમ્પોમાંથી 10 લોકો ઉતરીને તલવાર-ધારિયા લઈને યુવક પાછળ દોડ્યા, CCTV:અમદાવાદમાં 15થી વધુ ઘા મારીને મર્ડર કર્યું હતું, છત્રાલના ગોડાઉનમાંથી ઝડપાયા

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સુભાષબ્રિજ ચાર રસ્તા પર શનિવારે(15 ઓગસ્ટ) મોડી રાતે એક યુવકની 8થી 10 જેટલા શખ્સોએ ભેગા મળીને અંગત અદાવતમાં હત્યા કરી હતી. આ હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સુભાષબ્રિજ સર્કલ પાસે અજય સાલ્વી નામનો યુવક તેના ભાઈ સાથે ઉભો હતો, ત્યારે જુના ઝઘડાની અદાવતમાં 10 લોકો ભેગા મળી ટેમ્પોમાં આવ્યા હતા. ટેમ્પોમાંથી તલવાર, ધારિયા જેવા હથિયાર સાથે આરોપીઓ નીચે ઉતર્યા અને અજયને દોડાવ્યો હતો. અજય પડી જતા પીઠના અને કમરના ભાગે હથિયારના ઘા માર્યા હતા. પીઠ પર 15થી વધુ ઘા મારતા અજયની આંતરડું પણ બહાર આવી ગયું હતું. હત્યા બાદ આરોપીઓ ટેમ્પોમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા. રાણીપ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 8 આરોપીને છત્રાલના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા છે. ઝઘડામાં મૃતકે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લીધો ને મર્ડર
પોલીસ તપાસમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મદ્રાસી સમાજના લોકો અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મૃતક અજયે મદ્રાસી સમાજના લોકોનો પક્ષ લઈને આરોપીનો વિરોધ કર્યો હતો. તે દિવસથી આરોપી અને તેના સાગરિતો મૃતકને મારવાની ફિરાકમાં હતા. 15 ઓગસ્ટ મોડી રાતે મોકો મળતા જ વિશાલ અને તેના સાગરીતોએ અજય પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. આ પણ વાંચો: આંતરડું બહાર આવી ગયું; 12 દિવસ પહેલાં બબાલ થઈ’તી હત્યાનો પ્લાન બનાવ્યો અને ટેમ્પો લઈને પહોંચ્યા હતા
ACP ડી. વી રાણાએ કહ્યું કે, આરોપી અંકિત પરમાર, સાગર ઉર્ફે માફિયા પરમાર અને વિશાલ ચૌહાણ અને અન્ય 7થી 8 સાથીદારો સાથે મળીને હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ મહિન્દ્રા પિકઅપ ડાલા (RJ 27 GF 3975)માં તલવાર, ધારીયા અને છરી સહિતના હથિયારો સાથે સુભાષચંદ્ર બોઝ સર્કલ પહોંચ્યા હતા. ત્યાં આરોપીઓએ રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાથી યુવકનું મોત નીપજ્યું હતું. છત્રાલ GIDCમાંથી હત્યા કરનાર ઝડપાયા
ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે જાણવા મળ્યું હતું કે, ટેમ્પો ઉદયપુરના પાલ માળવાડીના નામે નોંધાયેલું છે અને છેલ્લા કેટલાક સમયથી રાજેશ ભોઈ ચલાવતો હતો. જેથી પોલીસે અમદાવાદ અને આસપાસના જિલ્લામાં જાણ કરી નાકાબંધી કરાવી હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાહનનું છેલ્લું લોકેશન છત્રાલ GIDCમાં મળ્યું હતું. જે આધારે રાણીપ પોલીસ સ્ટેશન, DCP ઝોન-2ના LCB સ્ટાફ અને સર્વેલન્સની ટીમે છત્રાલ GIDCમાં પહોંચીને ટેમ્પો સહિત 8 આરોપીને ઝડપી લીધા હતા. હાલ તમામ પકડાયેલા આરોપીઓને રાણીપ પોલીસ સ્ટેશનમાં લાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મુખ્ય વોન્ટેડ આરોપીઓ અંકિત, પાર્થ ઉર્ફે પાવડર અને વિશાલ ચૌહાણની શોધખોળ ચાલુ છે. આ પણ વાંચો: અમદાવાદમાં યુવકની ચોથા માળની બારીમાંથી ફેંકીને હત્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *