ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત કુરાશ અંડર-14ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીતી શાળા અને વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે.આ સ્પર્ધા તારીખ 17 ઓગસ્ટ, 2026ના રોજ શાંતિનિકેતન પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતા રાવળ દેવ મહેશભાઈ અને શેખ મહમદ કેફ જાવેદભાઈએ કુરાશ અંડર-14 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ યોગ્ય તાલીમ અને માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. ધોરણ-8ના શિક્ષક શ્રીમતી બીનાબેન પટેલ અને શ્રી હિતેશભાઈ દેસાઈ તેમજ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આ બંને રમતવીરોને વિશેષ કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળા પરિવાર, ટ્રસ્ટ મંડળ, આચાર્યશ્રી અને તમામ શિક્ષકગણે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
ખેલ મહાકુંભ કુરાશ અંડર-14માં બોમ્બે મેટલ શાળાના બે વિદ્યાર્થીઓએ ગોલ્ડ:ધોરણ-8ના રાવળ દેવ અને શેખ મહમદ કેફે કુરાશ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
