Air India: ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં બનેલી ઘટના બાદ એર ઇન્ડિયાએ ડ્રગ ટેસ્ટનો આદેશ આપ્યો હતો. એર ઇન્ડિયાના બે વધારાના પાઇલટ્સ પ્રારંભિક ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ ગયા છે. મળતી માહિતી અનુસાર, અંતિમ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. બંને પાઇલટ્સને ફરજ પરથી હટાવી લેવામાં આવ્યા છે. એરલાઇને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ તેના તમામ પાઇલટ્સ માટે ડ્રગ ટેસ્ટ ફરજિયાત કર્યા હતા.
અત્યાર સુધીમાં, 300 થી વધુ પાઇલટ્સ આ ટેસ્ટમાંથી પસાર થઈ ચૂક્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અંતિમ ડ્રગ ટેસ્ટના પરિણામો પ્રાપ્ત કરવામાં સામાન્ય રીતે 24 થી 48 કલાક લાગે છે. એવું માનવામાં આવે છે કે ફ્લાઇટમાં કેબિન ક્રૂના એક સભ્યએ ફરિયાદ નોંધાવી હતી કે પાઇલટે ગાંજાનું સેવન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ફુકેટ-દિલ્હી એર ઇન્ડિયા ફ્લાઇટમાં ટર્બુલેંસની ઘટના બાદ ફ્લાઇટમાં પાઇલટ ઇન કમાન્ડનો રિપોર્ટ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. વિમાન ઉડાડતી વખતે પાઇલટ નશામાં હતો; આ એક ગંભીર ભૂલ હતી.
આ પણ વાંચો: Delhi: લો બોલો… હવે ઓટો રિક્ષા સંઘ કરશે આજે જંતર-મંતર પર વિરોધ, શું છે તેમની માગ?
સતત અપડેટ ચાલુ છે…
