ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામે ગત તા. 15મી ઓગસ્ટની મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે ઘરમાં એકલા સૂતેલા 75 વર્ષીય વિધવા વૃદ્ધા પર હુમલો કરીને કાનમાંથી રૂ. 1.25 લાખની કિંમતના સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી હતી. લૂંટારૂએ વૃદ્ધાનું ગળું પકડી મોઢા પર ઢીકા મારતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તાજેતરમાં મહુવા તાલુકાના નાના આસરણા ગામે પણ વૃદ્ધાના કાનમાંથી સોનાના ઘરેણાંની લૂંટની આવી જ ઘટના બની હતી, ત્યારબાદ તળાજા પંથકમાં આ બીજી ઘટના સામે આવી છે. રાતે 2 વાગ્યે તસ્કર ઘરમાં ઘૂસ્યો, મોઢા પર ઢીકા માર્યા
દવલબેન પ્રેમજીભાઈ કાપડિયા (ઉ.વ. 75) રાત્રિના સમયે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે આશરે 2 વાગ્યેઅજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે ગાઢ નિંદ્રામાં રહેલા વૃદ્ધાને એક હાથથી ગળું પકડી અને બીજા હાથથી મોઢા પર ઢીકા માર્યા હતા. વૃદ્ધા અર્ધબેભાન થઈ ગયા
જેના કારણે વૃદ્ધાને ગળા તથા આંખના ભાગે મુંઢ ઇજાઓ પહોંચતા તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી લૂંટારૂ તેમના બંને કાનમાં પહેરેલા ચાર તોલા વજનના સાત સોનાના વેઢલા (કિંમત રૂ. 1.25 લાખ) લૂંટીને નાસી છૂટ્યો હતો. વહેલી સવારે આસપાસમાં રહેતા સગા-સંબંધીઓ ઘરે પહોંચતા વૃદ્ધા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તસ્કર સામે ગુનો દાખલ
આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત વૃદ્ધાની ફરિયાદના આધારે અલંગ પોલીસે તસ્કર સામે BNS એક્ટની વિવિધ કલમો 309(6), 311, 331(7), 117(2), અને 115(2) હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રાપજ ગામે વૃદ્ધાને મારમારી 1.25 લાખના સોનાના દાગીનાની લૂંટ:રાતે 2 વાગ્યે તસ્કર ઘરમાં ઘૂસ્યો, સુતા હતા ને ગળું પકડીને મોઢા પર ઢીકા માર્યા
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
