Ahmedabad: HCમાં 19 ન્યાયાધીશોની ઘટથી કેસોનું ભારણ વધ્યું, દૂરના જિલ્લાના અસીલો હેરાન થતાં વકીલ મંડળે યોજી બેઠક

📅 Published: August 17, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઉપલબ્ધ સંખ્યા સામે ખાલી પડેલી જગ્યાઓને કારણે અદાલતી કામગીરી પર ભારે વિપરીત અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન (GHAA) ની એક મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. બેઠકમાં વકીલ મંડળના આગેવાનોએ હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ઘટ અંગે ચિંતા

GHAA ના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે, હાલ હાઇકોર્ટની દરેક કોર્ટમાં દરરોજ 500 થી 600 કેસો લિસ્ટ કરવામાં આવે છે. જજની સંખ્યા ઓછી હોવાને કારણે આટલી મોટી સંખ્યામાં કેસોનું બોર્ડ પર આવવું અને તેના પર સુનાવણી થવી વ્યવહારિક રીતે શક્ય બનતી નથી.ન્યાયાધીશોની અછતના કારણે સૌથી વધુ માાઠી અસર દૂર-દૂરના જિલ્લાઓમાંથી ન્યાયની આશાએ આવતા અસીલો (અરજદારો) પર પડી રહી છે. કચ્છ, વલસાડ, ડાંગ અને સૌરાષ્ટ્ર જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી ભાડાં ખર્ચીને અમદાવાદ હાઇકોર્ટ આવતા નાગરિકોના કેસોનો વારો ન આવતાં તેમને તારીખ પે તારીખ મેળવીને પરત ફરવું પડે છે.

ન્યાયાધીશોની 19 જગ્યાઓ ખાલી

હાલ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર થયેલી સંખ્યામાંથી 19 જગ્યાઓ ખાલી છે, જેને તત્કાળ અસરથી ભરવામાં આવે. સમયસર સુનાવણી ન થવાને કારણે અસીલોનો સમય અને આર્થિક સંસાધનો વેડફાઈ રહ્યા છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમ અને કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા તાત્કાલિક નવા જજની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

આ પણ વાંચો: Gujaratમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *