પાટણના નાયતા ગામ પાસે ગેરકાયદેસર રેતી ખનન પર ભૂસ્તરશાસ્ત્રી કચેરીની ટીમે કાર્યવાહી કરી છે. દરોડો પાડીને 9 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા અને કુલ રૂ. 4.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નાયતા ગામના ગ્રામજનોની ફરિયાદના આધારે ટીમે પાટણ-સિહોરી માર્ગ પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સાદી રેતી ભરીને જતાં 9 ડમ્પર/ટ્રક ઝડપાયા હતા. ચકાસણી કરતા, 3 ડમ્પર રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણ વગર બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતા જણાયા હતા. જ્યારે અન્ય 6 ડમ્પરમાં રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલણમાં દર્શાવેલા વજન કરતાં વધુ રેતીનો જથ્થો ભરેલો હતો. નિયમભંગ બદલ તમામ 9 વાહનોને સીઝ કરવામાં આવ્યા છે. વાહન માલિકો પાસેથી દંડકીય રકમની વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટર યોગીરાજસિંહ પરમાર, માઇન્સ સુપરવાઇઝર જય પ્રજાપતિ અને માઇન્સ સુપરવાઇઝર વિષ્ણુ કોળીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પાટણના નાયતા પાસે રેતી ખનન પર કાર્યવાહી:રોયલ્ટી પાસ વગરના 3 ડમ્પર, ચલણમાં દર્શાવેલા વજન કરતાં વધુ જથ્થો ભરનાર 6 ડમ્પરો સીઝ
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
