બોટાદમાં વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ લીલીઝંડી આપી, ધોળા અને ઢસા રેલવે સ્ટેશને ઢોલ-નગારાના નાદ સાથે સ્વાગત

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ રેલવે સ્ટેશન ખાતે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેस ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ધારાસભ્ય શંભુનાથ ટુંડીયાએ સંયુક્તપણે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બોટાદ ઉપરાંત ધોળા અને ઢસા રેલવે સ્ટેશનો પર પણ ઢોલ-નગારાના નાદ સાથે ટ્રેનનું સ્વાગત કરાયું હતું. નવા રૂટ અને કનેક્ટિવિટીની વિગતો અગાઉ આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર-વિરમગામ થઈને સોમનાથ જતી હતી. નવા રૂટ મુજબ હવે આ ટ્રેન સાબરમતી, ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ઢસા, ચિતલ, જેતલસર અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચશે. બોટાદ જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળવાથી સોમનાથ મહાદેવના દર્શને જતા યાત્રાળુઓને વધુ સુવિધા પ્રાપ્ત થશે, જેના કારણે મુસાફરોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે. વિકાસને મળશે વેગ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપથી બોટાદ જિલ્લાના નાગરિકોને સોમનાથ મહાદેવના દર્શન માટે ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. આનાથી રેલવે કનેક્ટિવિટી વધશે અને સમગ્ર જિલ્લાના વિકાસને વેગ મળશે. આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશ ગોધાણી, મહામંત્રી વનરાજસિંહ ડાભી, વિજય ધલવાણીયા, APMC ચેરમેન ડી. એમ. પટેલ, મનહર માતરીયા, જયરાજ પટગીર અને જીગ્નેશ બોળીયા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લામાં વંદે ભારતની કનેક્ટિવિટી વધવાથી મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *