BJP IT સેલના હેડ અમિત માલવીયનું પત્તુ કપાયું, દીપક મ્હસ્કે બન્યા સોશિયલ મીડિયા સંયોજક

📅 Published: August 17, 2026 | 📂 Category: India National

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. નવી ટીમમાં સંગઠન અને ડિજિટલ કમ્યુનિકેશન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી ચર્ચિત ફેરફારમાં BJPના લાંબા સમયથી IT અને સોશિયલ મીડિયા વિભાગ સાથે જોડાયેલા અમિત માલવિયાની જગ્યાએ છત્તીસગઢના દીપક મ્હાસ્કેને સોશિયલ મીડિયા કન્વીનર બનાવવામાં આવ્યા છે.

અનિલ બલૂનીને મીડિયા કન્વીનર તરીકે યથાવત 

નવી વ્યવસ્થામાં અનિલ બલૂનીને મીડિયા કન્વીનર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આશિષ ઉષા અગ્રવાલ, પ્રદીપ ભંડારી અને સિદ્ધાર્થ યાદવને મીડિયા સહ-કન્વીનરની જવાબદારી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગમાં દીપક મ્હાસ્કેને કન્વીનર બનાવવામાં આવ્યા છે, જ્યારે પ્રીતિ ગાંધી, શિવાનંદ દ્વિવેદી, આલોક ભટ્ટ અને અરુણ યાદવને સહ-કન્વીનર બનાવવામાં આવ્યા છે. 

દીપક મ્હાસ્કે છત્તીસગઢમાં BJPની સંગઠનાત્મક અને ડિજિટલ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. તેઓ અગાઉ અનેક ચૂંટણીમાં પાર્ટીના સોશિયલ મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

અમિત માલવિયાએ સોશિયલ મીડિયા નવી ટીમને શુભેચ્છા પાઠવી

બીજી તરફ, જવાબદારીમાંથી હટાવવામાં આવ્યા બાદ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર નવી ટીમને શુભેચ્છા પાઠવી છે. તેમણે નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપતાં કહ્યું કે તેમની પાસે પાર્ટીના ડિજિટલ કમ્યુનિકેશનને નવી ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા છે. BJPની આ નવી ટીમને આગામી રાજકીય પડકારો અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : ‘Make In India’ને મોટો વેગ, ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના હેઠળ 106 કંપનીઓને મળી મંજૂરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *