Patan: અમરાપુર ગ્રામ પંચાયતનો VCE 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ACB એ છટકું ગોઠવી કમિશનખોરને જેલભેગો કર્યો

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

વર્ષ 2025 દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાની સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રાહત સહાય મેળવવા માટે સરસ્વતી તાલુકાના અમરાપુર ગામના ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ કરી હતી.

અમરાપુર પંચાયતનો VCE લાંચ લેતા ઝડપાયો

અમરાપુર ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા VCE ભરતભાઈ સોમાભાઈ ગડસાયાએ સરકારી સહાય મંજૂર કરાવવાના બદલામાં ખેડૂતો પાસે સહાયની રકમના 50 ટકા લેખે ગેરકાયદેસર કમિશન (લાંચ) ની માંગણી કરી હતી. આરોપી VCE એ અગાઉ ગામના 9 જેટલા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે PhonePe ઓનલાઈન ટ્રાન્સફર તેમજ રોકડ સ્વરૂપે રૂ. 1.70 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ પણ બાકી નીકળતી રૂ. 20 હજારની રકમ માટે તે ખેડૂતો પર સતત દબાણ કરી રહ્યો હતો. ખેડૂતો સાથે રકઝક બાદ આખરે રૂ. 15,000 આપવાનું નક્કી થયું હતું. જોકે, લાંચિયા VCEને પાઠ ભણાવવા જાગૃત નાગરિકે આ અંગે પાટણ ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. 

ACB ની ટીમે 15,000 ની લાંચ લેતા ઝડપી લીધો

ફરિયાદના આધારે પાટણ ACB ની ટીમે છટકું ગોઠવીને VCE ભરત ગડસાયાને રૂ. 15,000 ની લાંચ લેતા સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ અગાઉ PhonePe મારફતે મેળવેલા નાણાંના વ્યવહારો અંગેના બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ પુરાવા પણ તપાસ હેઠળ લેવાયા છે. ACB એ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: EDએ કેશવ નારાયણ ગ્રૂપ સામે PMLA હેઠળ 129.80 કરોડની મિલકતો ટાંચમાં લીધી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *