Ahmedabad News: વિરમગામમાં પોલીસનો સરાહનીય પ્રયાસ, ટ્રાફિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

📅 Published: August 17, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગ સલામતી અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને વિરમગામ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરમગામના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયેલા આ ટ્રાફિક જાગરૂકતા અને હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળસરોવર પોલીસ મથકનો સ્ટાફ તથા સ્થાનિક અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખાનગી કંપનીના સહયોગથી 500થી વધુ હેલ્મેટનું વિતરણ

રસ્તા પર થતા અકસ્માતો ઘટાડવા અને લોકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવાના આશયથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ‘Truhome’ ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટાઉન હોલ ખાતે હાજર રહેલા વાહનચાલકો, યુવાનો અને નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ સાથે 500થી પણ વધુ મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad News: Rural Police Distributes Over 500 Helmets in Traffic Awareness Drive in Viramgam

પોલીસ અધિકારીઓ, વેપારીઓ અને યુવાનો રહ્યા ઉપસ્થિત

આ સફળ કાર્યક્રમમાં વિરમગામના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડીયા સહિત વિવિધ પોલીસ મથકોના પી.આઈ., પી.એસ.આઈ. અને પોલીસ કર્મીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિરમગામ શહેરના અગ્રણી વેપારીઓ, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપીને પોલીસની આ અનોખી પહેલને બિરદાવી હતી.

આ પણ વાંચો – Ahmedabad News: એનાલોગ પનીર અને દૂષિત તેલ વાપરતાં ખોડિયાર દુગ્ધાલય સહિત 4 એકમો સીલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *