Banaskantha: અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી દેશી બનાવટની પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોની ઘૂસણખોરી અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર તૈનાત અમીરગઢ પોલીસની ટીમે રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી બસને રોકીને મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

બનાસકાંઠા બોર્ડર પરથી હથિયાર સાથે શખ્સ ઝડપાયો

ચેકિંગ દરમિયાન બસમાં સવાર એક શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતાં પોલીસે તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન આ શખ્સ પાસેથી પરમિટ વગરની દેશી બનાવટની પિસ્તોલ મળી આવતાં પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ ઉપરાંત 1 નંગ મેગેઝિન તથા 13 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

ખાનગી બસમાંથી દેશી પિસ્તોલ પકડાઈ

અમીરગઢ પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ, મેગેઝિન અને 13 જીવતા કારતૂસ મળી કુલ રૂ. 28,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ભારતીય હથિયાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhavnagar: ઈવા કોમ્પ્લેક્સમાં ઈકોનો બ્રોકિંગ પર SEBI ના દરોડા, 1500 કરોડના SMS સ્ટોક ટીપ સ્કેમમાં 7 કલાકથી તપાસ તેજ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *