અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી ટ્રાવેલ્સ બસમાંથી ગેરકાયદે હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ દેવેન્દ્રકુમાર હીરાભાઈ ચૌધરી છે, જે હારીજ, પાટણના કાતરા ગામનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, BR-28-P-4115 નંબરની લક્ઝરી બસની તપાસ કરતા આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, એક મેગેઝીન અને 13 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રૂ. 20,000ની પિસ્તોલ, રૂ. 1,000નું મેગેઝીન અને રૂ. 2,600ના કારતૂસ સહિત કુલ રૂ. 28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેરકાયદે હથિયાર વિના પાસ-પરમિટ સાથે મળી આવતા અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદે પિસ્તોલ, કારતૂસ સાથે એક ઝડપાયો:પોલીસે લક્ઝરી બસમાંથી મુસાફરને હથિયારો સાથે પકડ્યો, વધુ તપાસ શરૂ
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
