Vyara: નિઝરમાં પેન્શનના નાણાં ચુકવવામાં વિલંબ : ટેક્નિકલ કારણોનું બહાનું

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

વ્યારા : નિઝર તાલુકામાં ગરીબ, અસહાય અને નિરાધાર વડીલો તેમજ વિધવાઓને છેલ્લા 4થી 5 માસથી પેન્શન ચુકવવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી જરૂરીયાતમંદોની સ્થિતિ દયાજનક બની છે, ટેકનિકલ બહાના દર્શાવી પેન્શનના નાણાં ચુકવાતું ન હોવાના આક્ષેપ સાથે આજરોજ લાભાર્થીઓએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. નિઝર મામલતદાર કચેરીએ એકત્રિત થઇને લાભાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, નિયમ મુજબ દર માસની 1 થી 7 તારીખ સુધીમાં ખાતામાં પેન્શનના નાણાં જમા થવા જોઇએ. પરંતુ લાંબા સમયથી ખાતામાં નાણાં જમા થવાની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે, ઇ-કેવાયસી પેન્ડિંગ, સર્વર ડાઉન કે બેંક મેપિંગ જેવા ટેકનિકલ બહાના બતાવવામાં આવી રહ્યા છે. કોઇપણ કારણોસર પેન્શનના નાણાં ચુકવવામાં વિલંબ થયો હોય જેનું તાત્કાલિક નિરાકરણ લાવી જવાબદાર તંત્ર આગામી 7 દિવસમાં લાભાર્થીઓના ખાતામાં એકસાથે નાણાં જમાં કરવાની કાર્યવાહી કરે તેવી માંગણી છે. આ ઉપરાંત ઇ-કેવાયસી અને આધાર સીડીંગની સમસ્યા ઉકેલવા માટે ગ્રામ પંચાયત સ્તરે એક સપ્તાહમાં સ્પેશ્યિલ કેમ્પ યોજવાની પણ માંગ કરાઇ છે. જો ચુકવણું ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આવેદનમા ઉચ્ચારાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *