ભારતના 80મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશના અધ્યક્ષ મહેશ અગરિયાના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા ભાજપા દ્વારા પ્રદેશ કાર્યાલયના પ્રાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
દમણ જિલ્લા ભાજપાના અધ્યક્ષ ભરત પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુ પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બી. એમ. માછી, પ્રદેશ મીડિયા સંયોજક મજીદ લધાણી, પ્રદેશ મંત્રી ઉર્વશીબેન પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર અસ્પી દમનિયા, સોમપાલબેન કાટેલા, કમલેશ સીતારામ, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ દમણ જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દમણ જિલ્લા ભાજપાના અધ્યક્ષ ભરત પટેલે ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને રાષ્ટ્રની એકતા, અખંડતા અને વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા આહવાન કર્યું હતુ. દમણની શાળા-કોલેજો, સરકારી કચેરીઓ નગરપાલિકા જિલ્લા પંચાયત પંચાયત તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
