Ahmedabad: જેતલપુરમાં સહકાર મોલનું લોકાર્પણ, ગ્રામજનોને મળશે એક જ છત નીચે તમામ સુવિધાઓ

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

જેતલપુર : જેતલપુર સેવા સહકારી મંડળી લિ. દ્વારા ગ્રામજનો તેમજ આસપાસના ગામોના રહેવાસીઓની સુવિધા માટે નિર્માણ કરાયેલા સહકાર મોલનું લોકાર્પણ સ્વામિનારાયણ મંદિર, જેતલપુરના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણપ્રકાશ સ્વામી, શ્રી હરિસ્વરૂપ બ્રહ્મચારી તથા દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. મંડળીના ચેરમેન નીતિનભાઈ વાડીભાઈ પટેલ, વાઈસ ચેરમેન પ્રહલાદભાઈ નટવરભાઈ પટેલ અને કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના હોદ્દેદારોએ જણાવ્યું કે 101 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરનાર મંડળી દ્વારા સહકારના માધ્યમથી વિકાસની નવી દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આ મોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંકા સમયમાં તૈયાર થયેલો આ સહકાર મોલ સંપૂર્ણપણે બહેનો દ્વારા સંચાલિત દસ્ક્રોઇ તાલુકાનો પ્રથમ મોલ હોવાનું પણ જણાવાયું. અહીં જીવનજરૂરી ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનતા ગ્રામજનોને મોટી રાહત મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *