Ahmedabad: વિરમગામમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

📅 Published: August 17, 2026 | 📂 Category: Ahmedabad

વિરમગામઃવિરમગામ શહેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા એંશીમાં સ્વાતંર્ત્ય પર્વની શનિવારે અલીગઢ વિસ્તારમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.સમાજના આમીલ મુ.ઈસ્માઈલભાઈની ઉપસ્થિતિમાં મુખ્ય જાહેર માર્ગ પર રાષ્ટ્ર ધ્વજ સાથે ત્રીરંગા યાત્રા યોજવામાં આવી હતી.સમાજના બાળકોના સ્કાઉટે રાષ્ટ્ર પ્રેમના સુરોની ધુનો રેલાવી હતી.સમાજના એક સરખા શ્વેત રંગના વસ્ત્ર્રોમાં સજજ ભૂલકા અને મોટેરાઓના હાથમાં દેશના આન બાન શાન ધરાવતા ત્રિરંગા ઓથી અનેરો રાષ્ટ્રીય પર્વ પ્રેમનો માહોલ ખડકાયો હતો.રેલી દેવડી ઈમારતે પોહચી હતી.જ્યાં ઈમારત પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સૌ એ સલામી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *