દેશમાં સાઈબર ક્રાઈમના 1090 ગુના આચરીને લોકોના રૂ.190 કરોડ ક્રિપ્ટો કરન્સીથી ચીન મોકલવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આસામમાં 3 દિવસ વેશ બદલી રેકી કરી પોલીસે મુખ્ય સૂત્રધાર રફીક આલમ મોહંમદ અલી(25)ની ધરપકડ કરી હતી. તે વખતે તેની સિન્ડિકેટના સભ્યો પાસેથી અમદાવાદ, સુરત, જામનગરના 3 તેમજ છત્તીસગઢના 1, ઓડિસાના 2, મુંબઈના 1 સહિત 10 સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી મુકત કરાવ્યા હતા. ઠગ ટોળકીના વિશ્વાસમાં આવીને પૈસા આપવા વૃધ્ધોએ મકાન, દુકાન, દાગીના વેચવાની તૈયારી કરી લીધી હતી. આરોપી પાસેથી 1754 બેંક ખાતાની માહિતી મળી હતી. ઠગાઈનો આંકડો રૂ.1071 કરોડ જેટલો થાય છે. રફીકે એક જ કલાકમાં 1754 બેંક એકાઉન્ટમાં કરોડો ટ્રાન્સફર કરી દીધા ચાઇલ્ડ પોર્ન-આતંકવાદના ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી
અમદાવાદના સિનિયર સિટીઝનને પોલીસની ઓળખ આપી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ફસાવવાની ધમકીથી રૂ.20 લાખ માગ્યા. સુરતના વૃદ્ધને ED-આતંકવાદના ગુનામાં ફસાવવાની ધમકી આપી 60 લાખ માગ્યા; રકઝક બાદ 40 લાખ નક્કી થયા. દુકાન વેચી 20 લાખ ચૂકવવાના હતા, પરંતુ પોલીસે અટકાવ્યા. જામનગરના વૃદ્ધ પાસેથી 60% નફાની લાલચમાં 9.50 લાખ પડાવ્યા હતા. ચીનથી પૈસા અને ડેટાની આપલે કરવામાં આવતી 23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો
23 ક્રિપ્ટો વોલેટથી કરોડો રૂપિયા ચીન મોકલાતા હોવાનો ખુલાસો:10 સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટથી મુક્ત કરાયા, 190 કરોડના ફ્રોડના સૂત્રધારની ધરપકડ
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
