કતારગામ દરવાજા વેડ રોડ સ્થિત પ્રભુનગર સોસાયટી-1માં બાળકના જન્મદિનની ખુશીઓ વચ્ચે એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બે વર્ષના ધ્યેયના જન્મદિન નિમિત્તે પરિવારના સભ્યો રાત્રે ભેગા થયા હતા. ઉજવણી પૂરી થયાના થોડા સમય બાદ જ મૃતક કલ્પેશભાઈ પર ત્રણ અજાણ્યા બાઇક સવારોએ ધારદાર હથિયારથી હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશભાઈનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પિયુષભાઈ જીવણભાઈ પારઘીના બે વર્ષના પુત્ર ધ્યેયનો જન્મદિન હોવાથી પરિવારના સભ્યો રાત્રે ઘરે એકઠા થયા હતા. પિયુષભાઈના મોટા ભાઈ કલ્પેશભાઈ (31) અને તેમના મિત્ર વિપુલભાઈ મેવાડા પણ ત્યાં હાજર હતા. રાત્રે આશરે 8 વાગ્યે જન્મદિનનો કાર્યક્રમ પૂરો થયા પછી કલ્પેશભાઈ અને વિપુલભાઈ પોતાના રૂમ તરફ ગયા હતા. થોડા સમય બાદ હુમલાખોરોએ કલ્પેશભાઈની જમણી કમર, જમણી જાંઘ, ડાબી જાંઘના ભાગે ધારદાર હથિયારથી સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
શંકાના આધારે ત્રણની અટકાયત કરાઈ:ભત્રીજાની બર્થડે ઉજવી જતા યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
