એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો:પ્રદીપ વર્મા અને સોનુ રાવ સ્વામિનારાયણ યુનિ.માં પણ ફરજ બજાવતા હોવાની DEOને ફરિયાદ મળી

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરાયેલા બંને આચાર્યો અન્ય એક ખાનગી યુનિવર્સિટીમાં પણ ઉચ્ચ પદો પર સમાંતર ફરજ બજાવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને મળી હતી. આ ગંભીર નિયમભંગની ફરિયાદના પગલે ડીઈઓ તંત્રએ તાત્કાલિક ધોરણે શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. એક જ સમયે શાળામાં પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીમાં ડીન-પ્રોફેસર તરીકે સક્રિય
પ્રાપ્ત વિગતો અનુસાર, એસ.એસ. ડિવાઇન સ્કૂલના બંને માધ્યમોમાં નીચે મુજબના આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
શિક્ષણ વિભાગના પ્રવર્તમાન નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ એક જ સમયે બે અલગ-અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં પૂર્ણકાલીન કે મહત્વના હોદ્દા પર એકસાથે ફરજ બજાવી શકે નહીં. જો કોઈ વ્યક્તિની અન્ય જગ્યાએ નિમણૂક થાય, તો તેણે અગાઉનો હોદ્દો છોડવો અનિવાર્ય બને છે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય અને વહીવટ પર કોઈ વિપરીત અસર ન પડે. એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આ નિયમનો ભંગ કરીને બંને આચાર્યો એકસાથે બંને જગ્યાએ હોદ્દા સંભાળતા હોવાથી તેમની સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ ઉઠી હતી. DEO દ્વારા કારણદર્શક નોટિસ: સંતોષકારક જવાબ નહીં મળે તો કડક પગલાં
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે:


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *