માંડલ : માંડલમાં 1પમી ઓગસ્ટે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો પરંતુ દરવર્ષે યોજાતાં સ્થાનિક કોર્ટ-કચેરીઓમાં ધ્વજવંદન કાર્યક્રમ 80માં સ્વતંત્રતા પર્વે પણ કરાયું હતું. માંડલ ટાઉન પોલીસ મથક તેમજ ગ્રામ્યના હાંસલપુર,વિઠલાપુર પોલીસ મથકે સવારે ધ્વજવંદન કરાયું. માંડલ ખાતે આવેલ સીવીલ કોર્ટમાં પણ સૌ વકીલો,કોર્ટ સ્ટાફ મીત્રો દ્વારા ધ્વજવંદન કરીને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. એવીજ રીતે મામલતદાર અને તાલુકા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. માંડલ ગ્રામ પંચાયત, શાળા-કોલેજોના કેમ્પસો તેમજ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.
Mandal: માંડલના ત્રણેય પોલીસ મથકો, સિવિલ કોર્ટ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરાયું
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
