Ahmedabad : કરોડોના ખર્ચ છતાં રખડતા શ્વાનનો આતંક યથાવત: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે અને સામે આવેલા ચોંકાવનારા આંકડાઓએ અમદાવાદીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. 

6 મહિનામાં જ શહેરમાં 46,634 લોકોને શ્વાન કરડવાના કિસ્સા 

વર્ષ 2026ના શરૂઆતી 6 મહિનામાં જ શહેરમાં 46,634 લોકોને શ્વાન કરડવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ગણતરી મુજબ અમદાવાદમાં રોજના સરેરાશ 250થી વધુ નાગરિકો ડોગ બાઈટનો ભોગ બની રહ્યા છે.

AMCને 3,151 જેટલી ફરિયાદો મળી

બીજી તરફ, રખડતા કૂતરાઓને પકડવા માટે માત્ર 5 મહિનાના સમયગાળામાં AMCને 3,151 જેટલી ફરિયાદો મળી છે. રહીશજનોનો આક્ષેપ છે કે તંત્રમાં ફરિયાદો નોંધાવ્યા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો સમયસર સ્થળ પર પહોંચતી નથી, જેના કારણે આતંક દિન-પ્રતિદિન વધતો જાય છે.

ખસીકરણ અને રસીકરણ પાછળ તંત્ર દ્વારા 10 કરોડનો ખર્ચો

સૌથી ગંભીર બાબત એ છે કે, છેલ્લા 5 વર્ષમાં રખડતા કૂતરાઓના ખસીકરણ અને રસીકરણ પાછળ તંત્ર દ્વારા 10 કરોડથી પણ વધુ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન 1,35,380 કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરાયાનો દાવો પણ કરાયો છે. તેમ છતાં પરિસ્થિતિ જસની તસ રહેતાં શહેરીજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાના ધુમાડા છતાં જો પરિણામ શૂન્ય હોય, તો તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. 

આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *