Surat : ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસ: ગુનો નોંધાતા જ 4 રેસિડેન્ટ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતર્યા, પોલીસ ગમે ત્યારે કરી શકે છે ધરપકડ

📅 Published: August 18, 2026 | 📂 Category: Surat

સુરતના ચકચારી ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં કાયદાકીય ગાળિયો મજબૂત બનતાં જ ચારેય આરોપી સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

ચારેય ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા

મૃતક ડોક્ટરના પિતાની ફરિયાદના આધારે પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધતાં જ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર હિના ભૂત, ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર દિક્ષિતા ઘેવરીયા અટકાયતના ડરથી ફરાર થઈ ગયા છે.

ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષીતાએ પોતાનો કોઈ વાંક ન હોવાનો દાવો કર્યો 

આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ પ્રાથમિક નિવેદન આપતી વખતે ડોક્ટર અનુજ અને ડોક્ટર દીક્ષીતાએ પોતાનો કોઈ વાંક ન હોવાનો દાવો કર્યો હતો. પરંતુ પોલીસ ફરિયાદ દાખલ થતાં જ તેઓ ગાયબ થઈ ગયા છે. 

સતત માનસિક ત્રાસ આપતા 

હર્ષ પંડ્યાના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ચારેય સિનિયર ડોક્ટરો જૂનિયર ડોક્ટર હર્ષ પંડ્યાને સતત માનસિક ત્રાસ આપતા હતા, જાહેરમાં તેમનું અપમાન કરતા હતા અને જાતિગત ટિપ્પણીઓ પણ કરતા હતા. આ ઉપરાંત તેમની પાસે ક્ષમતા કરતા વધુ કામનું ભારણ કરાવીને રેગિંગ તેમજ શોષણ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.

પોલીસે ધરપકડ કરવાની તજવીજ શરુ કરી

હાલમાં પોલીસ ચારેય આરોપી ડોક્ટરોના ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે અને ગમે ત્યારે તેમની અટકાયત થાય તેવી પૂરી શક્યતાઓ છે.  

  આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *