પાલનપુરમાં વાહનચોર ઝડપાયો, 3 વાહન કબજે:રૂ. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત, અનેક ગુના ઉકેલાયા

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

પાલનપુર LCBએ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી વાહનચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મહેસાણાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામના નિર્વાણસિંહ ચૌહાણ (દરબાર)ની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બજાજ પલ્સર, સ્પ્લેન્ડર પ્લસ અને એક્ટિવા સહિત કુલ ત્રણ વાહનો કબજે કરવામાં આવ્યા છે. આ વાહનોની અંદાજિત કિંમત રૂ. 1.50 લાખ છે. તપાસમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા લોક તોડીને ટુ-વ્હીલરની ચોરી કરતો હતો. એલસીબીએ હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે આરોપી પર નજર રાખીને આ કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ચારથી વધુ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. સાતેક દિવસ અગાઉ મહેસાણા ટોલનાકા નજીકના પાર્લર પાસેથી ચોરાયેલી ગ્રે કલરની એક્ટિવા પણ મળી આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *