Surat : સચિન નજીક પાલી ગામમાં સોસાયટીનો મુખ્ય ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત

📅 Published: August 18, 2026 | 📂 Category: Surat

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં એક અત્યંત કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી શ્રી મહાવીર પેલેસ સોસાયટીનો મુખ્ય લોખંડનો ગેટ અચાનક ધરાશાયી થઈને માસૂમ બાળક પર પડતાં 4 વર્ષના સની કુમાર નામના બાળકનું ગંભીર ઈજાઓના કારણે નીપજ્યું છે. માસૂમ સની તેની માતા સાથે આશરે બે મહિના પહેલાં જ સુરત આવ્યો હતો અને પરિવાર મહાવીર પેલેસના રૂમ નંબર 310 માં રહેતો હતો.

મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો 

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીનો આ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેની યોગ્ય મરામત કરાવવા અંગે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે.

CCTV કેમેરા પણ બંધ હાલતમાં 

બીજી તરફ, અકસ્માત બાદ મહાવીર પેલેસના CCTV કેમેરા પણ બંધ હાલતમાં મળી આવતાં સમગ્ર ઘટના સામે અનેક સવાલો ઊભા થયા છે. કેમેરા બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ગેટની મરામતમાં બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરે. 

   આ પણ વાંચો  :     Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *